રાષ્ટ્રીય માનવ અધિકારી પંચ- N.H.R.C.એ 11-મા ધોરણના વિદ્યાર્થી પર હુમલા અંગે તમિલનાડુના રાજ્ય પોલીસ વડા- D.G.P. અને થૂથૂકુડીના જિલ્લા કલેક્ટરને નૉટિસ આપી છે. પંચે એકમીડિયા અહેવાલને ધ્યાનમાં લીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અનુસૂચિતજાતિના વિદ્યાર્થી પર બસમાં પ્રવાસ દરમિયાન અન્ય જ્ઞાતિના લોકોએ સમૂહમાં હુમલો કર્યો હતો. આ ઘટનાના જવાબમાં N.H.R.C.એ DGP અને થૂથૂકુડીના જિલ્લા કલેક્ટર પાસેથી વિસ્તૃત અહેવાલ માગ્યો છે.
Site Admin | માર્ચ 25, 2025 6:56 પી એમ(PM)
તમિલનાડુમાં SC વિદ્યાર્થી પર થયેલા હુમલા અંગે NHRCએ રિપોર્ટ માંગ્યો છે
