કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડીબીટી સિસ્ટમના અમલીકરણથી પરિવર્તનશીલ પરિણામો આવ્યા છે.
શ્રી ગોયલે કહ્યું, પારદર્શક અને ટેકનોલોજી-સંચાલિત સુધારાઓને કારણે, ભારતનો કલ્યાણ કાર્યક્ષમતા સૂચકાંક -WEI 2013માં 0.32 થી સુધરીને 2023માં 0.91 થયો છે. તેમણે કહ્યું, આ સુધારાઓએ ભ્રષ્ટાચાર ઘટાડ્યો છે, યોજનાઓના લાભાર્થીઓનો વ્યાપ વધાર્યો છે અને સબસિડી ફાળવણીમાં ઘટાડો કર્યો છે.કલ્યાણ કાર્યક્ષમતા સૂચકાંક, રાજકોષીય અને સામાજિક લાભોને માપે છે, અને સૂચકાંકમાં વધારો પ્રણાલીગત સુધારાઓને રેખાંકિત કરે છે.
Site Admin | એપ્રિલ 18, 2025 9:52 એ એમ (AM)
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડીબીટી સિસ્ટમના અમલીકરણથી પરિવર્તનશીલ પરિણામો આવ્યા-કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ
