ડાંગ જિલ્લાના આહવા ખાતે “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામાણી અધિનિયમ-૨૦૧૩” અંતર્ગત એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો હતો.
મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ તથા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમની સયુંકત ઉપક્રમે યોજાયેલી આ શિબિરમાં મહિલાઓને કામકાજના સ્થળે થતી સતામણી સાથે રક્ષણ આપવા અંગેની કાયદાકીય જોગવાઇઓની સમજ અપાઇ હતી.. આ ઉપરાંત શરીર દ્વ્રારા, શબ્દો કે ઇશારા વગેરે દ્વ્રારા કરેલા કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય જાતીય વ્યવહાર- વર્તણૂક એ જાતીય સતામણીમાં સમાવેશ થાય છે, અને કલમ-૩ ઉપરાંત કલમ-૪ અને કલમ-૪(૨) ની કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 11, 2024 3:38 પી એમ(PM)
ડાંગ જિલ્લાના આહવા ખાતે “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામાણી અધિનિયમ-૨૦૧૩” અંતર્ગત એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો
