ઝારખંડ સરકારે તમામ વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો
નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યના ત્રીસ હજાર વકીલોને ફાયદો થશે.
મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય
લેવામાં આવ્યો હતો. બેઠકમાં 65 વર્ષ અને તેથી વધુ વયના વકીલોનું પેન્શન સાત
હજાર રૂપિયાથી વધારીને ચૌદ હજાર રૂપિયા કરવાની પણ મંજૂરી આપવામાં આવી
હતી. કેબિનેટે નવા ભરતી કરાયેલા વકીલોને દર મહિને પાંચ હજાર રૂપિયા
આપવાની પણ મંજૂરી આપી છે.
એડવોકેટ જનરલ રાજીવ રંજને કહ્યું કે ઝારખંડ એકમાત્ર એવું રાજ્ય છે જેણે
વકીલોના હિતમાં નિર્ણય લઈને સમગ્ર દેશમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:17 પી એમ(PM)
ઝારખંડ સરકારે તમામ વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે
