જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિઅલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડરે ૩૯ રૂપિયાનો વધારો કર્યો છે. આ નવા દર આજે રવિવારથી લાગુ થઈ ગયા છે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઑઈલ કંપનીની એક વેબસાઈટઅનુસાર, નવી દિલ્હીમાં 19 કિલો કોમર્શિઅલ ગેસની કિંમત 39 રૂપિયા વધીને 1 હજાર 691.50 રૂપિયા પ્રતિસિલિન્ડર થઈ છે. જ્યારે કોલકાતામાં કિંમત વધીને 1 હજાર 802.50 રૂપિયા, મુંબઈમાં કોમર્શિઅલ ગેસનો ભાવ 1 હજાર 605થી વધીને 1 હજાર 644 રૂપિયા થયો છે. તો આ તરફ14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 2:52 પી એમ(PM) | LPG સિલિન્ડર
જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિઅલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડરે ૩૯ રૂપિયાનો વધારો કર્યો છે.
