ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2024 2:09 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. 14મી સપ્ટેમ્બરે ડોડામાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી સહિતની ટોચના નેતાઓની પ્રચાર રેલીઓ માટે ચિનાબ ઘાટીમાં તૈયારી થઇ રહી છે.
અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ડોડામાં એક રેલીને સંબોધિત કરે તેવી શક્યતા છે, પરંતુ તેમની મુલાકાત હજુ નક્કી નથી. પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધી ઉપરાંત, કોંગ્રેસ પાર્ટીના અન્ય સ્ટાર પ્રચારક ઇમરાન પ્રતાપગઢી 13મી સપ્ટેમ્બરે ચારવા કહરામાં એક રેલીને સંબોધિત કરશે. જ્યારે નેશનલ કોન્ફરન્સના સ્ટાર પ્રચારક ઓમર અબ્દુલ્લા 12 સપ્ટેમ્બરે ડોડા જિલ્લામાં કેટલીક રેલીઓને સંબોધિત કરશે.
કિશ્તવાડ, ડોડા અને રામબનમાં ચિનાબ ખીણના ત્રણ જિલ્લાઓમાં આઠ વિધાનસભા મતવિસ્તાર છે. જેમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ