જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી કે પોલે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓની સમીક્ષા કરવા ગઈકાલે અનંતનાગ અને વેરીનાગની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ નાગરિકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે અનંતનાગના લોકોને આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક મતદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં, તેમણે દરેક મતદારને ચૂંટણીમાં મત આપવા માટે માહિતગાર, પ્રેરિત અને તૈયાર કરવાની ખાતરી કરવા બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
તેમણે અનંતનાગની ચૂંટણી ટીમ, નોડલ ઓફિસરો, રિટર્નિંગ ઓફિસરો, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો અને અન્યો સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. તેમણે તમામ સંબંધિતોને મુક્ત, ન્યાયી, અસરકારક અને ભૂલ મુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી..
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 3:01 પી એમ(PM) | પી કે પોલ
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી કે પોલે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓની સમીક્ષા કરવા ગઈકાલે અનંતનાગ અને વેરીનાગની મુલાકાત લીધી હતી.