જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 207 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે, જ્યારે 62 ઉમેદવારીપત્રો ગેરમાન્ય ઠર્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે કુલ ત્રણસો 29 ઉમેદવારીપત્રો ભરાયા હતા. સોમવાર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. આ તબક્કા માટે 25 સપ્ટેમ્બરે મતદાન થશે. દરમ્યાન બીજા તબક્કાના મતદાન માટે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને વિવિધ પક્ષો પ્રચાર અને રેલીઓ કરી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:14 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 207 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે,
