છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં 18 લાભાર્થીઓને 16 લાખથી વધુની સહાયનું વિતરણ કરાયું. જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પપૈયા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કૃષિ તકનિકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલની ખેડૂતોએ મુલાકાત લીધી હતી. દરમિયાન, મહેસાણા જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે યોજાયો,જેમાં 15 લાભાર્થીઓને વિવિધ સહાય યોજના અંતર્ગત 9 લાખ 26 હજાર રૂપિયાની સહાયનું વિતરણ કરાયું. જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા હતા. આ અંગે જિલ્લા કલેકટર એસ.કે પ્રજાપતિએ જણાવ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર કટીબદ્ધ છે.
Site Admin | ફેબ્રુવારી 25, 2025 3:20 પી એમ(PM) | કિસાન સન્માન સમારોહ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો
