છેલ્લાં 10 વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જા ક્ષમતા 32 ગણી વધી છે અને આ ઝડપ અને વ્યાપને જોતાં દેશ 2030 સુધીમાં 500 ગિગાવોટની બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા હાંસલ કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલા બે દિવસના પ્રથમ ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટીવલને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધતા જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે હરિત ઊર્જામાં અનેક મોટી છલાંગો લગાવી છે અને અક્ષય ઊર્જામાં પેરિસ સંમેલનની પ્રતિબધ્ધતાઓ હાંસલ કરનાર ભારત પ્રથમ જી-20 દેશ છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 8:26 પી એમ(PM) | સૂર્ય ઉર્જા
છેલ્લાં 10 વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જા ક્ષમતા 32 ગણી વધી છે અને આ ઝડપ અને વ્યાપને જોતાં દેશ 2030 સુધીમાં 500 ગિગાવોટની બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા હાંસલ કરી શકશે
