ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 1:07 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં થયેલી અથડામણમાં 16 નક્સલવાદી ઠાર

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે થયેલી અથડામણમાં 16 નક્સલવાદી ઠાર મરાયા છે. જ્યારે અથડામણમાં જિલ્લા અનામત દળ- DRGના બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. કેરલાપાલ ક્ષેત્રમાં માઓવાદીઓ હોવાની માહિતી મળતાં કેન્દ્રીય અનામત પોલીસ દળ અને DRGના સંયુક્ત દળે નક્સલ વિરોધી અભિયાન હાથ ધર્યું. સવારથી જ સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારી ચાલી રહી છે.     
અથડામણ સ્થળ પરથી અત્યાર સુધી 16 નક્સલવાદીઓના મૃતદેહ કબજે કરાયા છે. આ સાથે જ એકે 47, રૉકેટ લૉન્ચર, રાઈફલો સહિત મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળા કબજે કરાયા છે. તપાસ અભિયાન હજી ચાલી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ