છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 જેટલા માઓવાદીઓ માર્યા ગયા હતા. સીઆરપીએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ-ડીઆરજીની સંયુક્ત ટીમને માઓવાદી હોવાની મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ.
સુકમા જિલ્લાના કોન્ટા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન, ભેજી વિસ્તારના જંગલ અને પહાડીઓમાં એન્કાઉન્ટર થયું હતુ, જેમાં માઓવાદીઓ માર્યા ગયા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે.
આ સિવાય ઘટનાસ્થળેથી એક AK-47 સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Site Admin | નવેમ્બર 22, 2024 2:24 પી એમ(PM) | માઓવાદી
છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 જેટલા માઓવાદીઓ માર્યા ગયા
