છત્તીસગઢમાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીનાં મૃત્યુ થયા છે. બસ્તર ડિવિઝનના દંતેવાડા અને બિજાપુર જિલ્લાનાં સરહદી વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. સલામતી દળોને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ કેન્દ્રીય અનામત પોલિસ દળ- CRPF અને જિલ્લા અનામત રક્ષક- DRGની સંયુક્ત ટૂકડીને આ વિસ્તારમાં શોધ અભિયાન માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન, બૈલાડીલા પર્વત પાસે સલામતી દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થતાં નવ માઓવાદીનાં મૃત્યુ થયા હતા.
ઘટના સ્થળેથી સેલ્ફ-લોડિંગ રાઇફલ ઉપરાંત બે અન્ય રાઇફલ મળી આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 8:08 પી એમ(PM) | સલામતી દળો
છત્તીસગઢમાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીનાં મૃત્યુ થયા
