છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સલામતી દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં એક મહિલા માઓવાદીનું મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સલામતી દળોની એક સંયુક્ત ટીમ બીજાપુર-દંતેવાડા જિલ્લા સરહદ પર સ્થિત જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન પર ગઈ હતી. આ દરમિયાન આજે સવારે અથડામણ થઈ હતી. ઘટના સ્થળેથી નક્સલવાદી મહિલાનો મૃતદેહ તથા રાઇફલ અને કેટલાંક વિસ્ફોટકો પણ મળી આવ્યા છે.
Site Admin | માર્ચ 31, 2025 2:15 પી એમ(PM)
છત્તીસગઢના દંતેવાડામાં સલામતી દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં એક મહિલા માઓવાદીનું મૃત્યુ થયું
