ચીજવસ્તુ અને સેવાકર ઇન્ટેલિજન્સના મહાનિદેશકે 357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ વેબસાઇટ્સને બંધ કરી છે. મહાનિદેશકે વિદેશથી કાર્યરત ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કંપનીઓ GSTની નોંધણી કરાવવામાં, કર ચૂકવવામાં અને કર નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
મહાનિદેશકે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા 166 બેંક ખાતાઓ પણ સીલ કર્યા છે, જે ભારત બહારની કંપનીઓ સાથે જાડાયેલા હતા. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
સરકારે સામાન્ય લોકોને સાવધ રહેવા અને વિદેશી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાવાથી દૂર રહેવાની સલાહ આપી છે.
Site Admin | માર્ચ 22, 2025 8:15 પી એમ(PM)
ચીજવસ્તુ અને સેવાકર ઇન્ટેલિજન્સના મહાનિદેશકે 357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ વેબસાઇટ્સને બંધ કરી છે.
