ચિલિના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બૉરિક ફૉન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે અને પ્રતિનિધિ મંડળ સ્તરની મંત્રણા યોજાઇ, જેમાં બંને દેશના સંબંધ પર વિસ્તૃત સંવાદ થયો હતો.
આજથી ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા શ્રી ગ્રેબિયલે રાજધાનીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળશે. રાષ્ટ્રપતિ દ્વારા તેમના સન્માનમાં ભોજન પણ યોજાશે. પાંચ દિવસના ભારત પ્રવાસે આવેલા શ્રી બૉરિક આગરા, મુંબઈ અને બેંગ્લોરની પણ મુલાકાતે જશે. મુંબઈ અને બેંગ્લોરમાં તેઓ રાજકીય નેતાઓ, વેપાર અને ઉદ્યોગ પ્રતિનિધિઓ તેમજ ટેક્નિકલ ક્ષેત્રના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે.
Site Admin | એપ્રિલ 1, 2025 1:58 પી એમ(PM)
ચિલિના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બૉરિક ફૉન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચા
