ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા તમામ પોલીસ જવાનોનું ગાંધીનગરમાં સન્માન કર્યું હતું.
શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રસંશનીય કામગીરી બદલ 172 પોલીસ અધિકારીઓને 12 લાખ 09 હજાર રુપિયાનુ રોકડ ઇનામ આપ્યું હતું.
વલસાડના પારડીમાં બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાના આરોપીને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવી 1-1 લાખ રૂપિયાનુ ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ ઘટનાને અંગે શ્રી સંઘવીએ કહ્યું હતું કે ક્રુર- નિર્દયી સિરિયલ કિલરને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે અને ખુબ જ ટુંકા સમયમાં સજ્જડ પુરાવાઓ ભેગા કરી કડક કાર્યવાહી કરાશે.
Site Admin | ડિસેમ્બર 11, 2024 10:19 એ એમ (AM)
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા તમામ પોલીસ જવાનોનું ગાંધીનગરમાં સન્માન કર્યું
