ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે હવે હમાસ યુધ્ધ બંધ કરા પ્રયાસો કરી રહ્યું છે. ઇઝરાયલી દળો ગાઝામાંથી સંપૂર્ણપણે પાછા ખેંચી લેવાની શરત સાથે હમાસે યુધ્ધ અટકાવવાની સંમતી આપી છે.
આ ઉપરાંત, જો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવે છે, તો બદલામાં ઇઝરાયલી કેદીઓને પણ મુક્ત કરવામાં આવશે તે માટે પણ હમાસ તૈયાર થયું છે. જોકે, હમાસના આ નવા પ્રસ્તાવ પર ઇઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
Site Admin | એપ્રિલ 18, 2025 1:43 પી એમ(PM)
ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે હવે હમાસ યુધ્ધ બંધ કરવા તૈયાર
