ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ રહી છે. સ્વર્ણિમ્ સંકુલ એક નર્મદા સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં સરકારી જમીન પરના દબાણ, લેન્ડ ગ્રેબિંગ એટલે કે, જમીન પચાવી પાડવાના કેસ, સરકારી ઠરાવના અમલીકરણ તેમજ યોજનાઓના લાભાર્થીઓના વ્યાપ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ બેઠક મહત્વની છે.
Site Admin | ડિસેમ્બર 20, 2024 3:08 પી એમ(PM)
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
