ગાંધીનગર ખાતે પાંચ દિવસની 72-મી ઑલ ઇન્ડિયા પૉલીસ ઍક્વેટિક્સ અને ક્રૉસ-કન્ટ્રી ચેમ્પિયનશિપનું ગઈકાલે સમાપન થયું. આ સ્પર્ધામાં રાજ્ય પોલીસની 18 અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની નવ ટીમ મળી કુલ 27 ટીમના 704 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ સ્વિમિંગ, ડાઈવિંગ અને વૉટર પૉલો સહિત 20 ઍક્વેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.સમાપન સમારંભમાં કેન્દ્રીય અનામત પોલીસ દળના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ સહિતના મહાનુભાવોએ સ્પર્ધકોને તેમના સમર્પણ, અને ખેલદિલી માટે બિરદાવ્યા હતા. તેમજ પોલીસ કર્મીઓમાં શારીરિક તંદુરસ્તી, સમૂહકાર્ય અને શિસ્તને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.
Site Admin | માર્ચ 29, 2025 9:56 એ એમ (AM)
ગાંધીનગર ખાતે પાંચ દિવસની 72-મી ઑલ ઇન્ડિયા પૉલીસ ઍક્વેટિક્સ અને ક્રૉસ-કન્ટ્રી ચેમ્પિયનશિપનું ગઈકાલે સમાપન થયું
