ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2024 10:43 એ એમ (AM)

printer

કોલસા મંત્રાલયે કોલ લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ 38 પ્રાથમિકતાવાળા રેલ યોજનાઓની ઓળખ કરી છે

કોલસા મંત્રાલયે કોલ લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ 38 પ્રાથમિકતાવાળા રેલ યોજનાઓની ઓળખ કરી છે. રેલ્વે મંત્રાલય સાથે નજીકના સંકલનમાં આ યોજના ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલ કનેક્ટિવિટી વધારવાનો, કોલસાની સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવાનો, મુસાફરી ખર્ચ ઘટાડવાનો અને દેશમાં કોલસા પરિવહનની એકંદર કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે.
આ યોજના અંતર્ગત સરકારે ઓડિશામાં બે યોજનાને મંજૂરી આપી છે. સરદેગા-ભાલુમુડા ડબલ લાઇન રેલ પ્રોજેક્ટ અને બારગઢ રોડ-નવાપારા રોડ સિંગલ લાઇન પ્રોજેક્ટ જે કોલસાની ખાણોમાંથી કાઢવામાં આવેલા કોલસાને બહાર કાઢવાની સુવિધા આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ