કોલકત્તાની આર જી કર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુર્ષ્કર્મ અને તેની હત્યાનો વિરોધ હજુપણ આક્રમક રીતે થઇ રહ્યો છે.
પશ્ચિમ બંગાળના આરોગ્ય ભવન સામે, જુનિયર ડોકટરોનું આંદોલન આખી રાત ચાલુ રહ્યું હતું . કોલકતા પોલીસ હેડક્વાર્ટર લાલ બજારની સામે ડોકટરો આખી રાત બેઠા હતા અને બીજા દિવસે પોલીસ તેમની શરતો પર વાતચીત માટે તૈયાર હતી. એવું માનવામાં આવે છે કે, બુધવારે પણ દિવસભર સ્વાસ્થ્ય ભવનની સામે વિરોધ પ્રદર્શન થઇ શકે છે.
ખાસ વાત એ છે કે, જુનિયર તબીબોના આંદોલનને સિનિયર્સ તરફથી પણ સહયોગ મળી રહ્યો છે. બુધવાર સવારથી જ, જુનિયર તબીબોએ સ્વાસ્થ્ય ભવન સામે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા છે અને જણાવ્યું છે કે, આજે તેમના સમર્થનમાં સિનિયર ડોકટરો પણ જોડાશે. પીડિત પરિવારે પણ પ્રદર્શનમાં પોતાનું સમર્થન દર્શાવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 2:11 પી એમ(PM)
કોલકત્તાની આર જી કર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુર્ષ્કર્મ અને તેની હત્યાનો વિરોધ હજુપણ આક્રમક રીતે થઇ રહ્યો છે
