લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કર્યું અને જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા માટે સ્થાનિક નેતાઓને જવાબદારી આપવા પર ભાર મૂક્યો.
શ્રી ગાંધીએ કહ્યું કે ગુજરાતે કોંગ્રેસને ગાંધીજી, સરદાર પટેલ જેવા સૌથી મોટા નેતા આપ્યા હતા.
અગાઉ, શ્રી ગાંધીએ મોડાસા ખાતેથી સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવ્યો. તેમણે મોડાસા અતિથિ ગૃહ ખાતે વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક યોજી હતી. તેમણે મોડાસા બાયપાસ માર્ગ પર આવેલા B.A.P.S. સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે જિલ્લાના એક હજાર 200 બૂથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
Site Admin | એપ્રિલ 16, 2025 8:02 પી એમ(PM)
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ, જિલ્લા પ્રમુખોને જવાબદારી આપી તેમના હાથ વધુ મજબૂત કરવા અનુરોધ કર્યો.
