ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 2:13 પી એમ(PM)

printer

કેરળના પલક્કડમાં મલમપુઝા બંધ નજીક પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખાં મળી આવ્યા

કેરળના પલક્કડમાં મલમપુઝા બંધ નજીક તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખાં મળી આવ્યા છે.
એક સોશિયલ મીડિયા સંદેશમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પથ્થરની રચનાઓની તસવીરો શેર કરી અને કહ્યું, આ વિસ્તારનું સર્વેક્ષણ કરનારી ટીમને 45 હેક્ટર જમીનમાં ફેલાયેલા 110 થી વધુ મેગાલિથિક મળ્યા. સંગઠને જણાવ્યું કે, આ માળખાં મુખ્યત્વે વિશાળ ગ્રેનાઈટ સ્લેબ અને પથ્થરોથી બનાવવામાં આવ્યા છે, કેટલાકમાં લેટેરાઈટ પથ્થરોનો પણ સમાવેશ થાય છે.
ASI એ મેગાલિથ્સની છબીઓ શેર કરતી વખતે લખ્યું કે, ક્લસ્ટરોમાં આટલી મોટી સંખ્યામાં મેગાલિથિક દફનવિધિ મળવાથી કેરળમાં પ્રારંભિક લોહ યુગના સમાજ અને માન્યતા પ્રણાલી વિશે વધુ સમજ મળશે તેવી અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ