કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, સરકાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે દેશમાં ટૂંક સમયમાં 100 ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવશે.લોકસભામાં એક પ્રશ્નનાં જવાબમાં શ્રી પાસવાને કહ્યું કે, સરકાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં કરે. તેમણે જણાવ્યું કે, દેશમાં 205 ખાદ્ય પરિક્ષણ પ્રયોગશાળાઓ છે, જે 503 કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળ-FSSAIએ છેલ્લાં બે વર્ષમાં ત્રણ લાખથી વધુ નમૂનાનું પરીક્ષણ કર્યું છે અને તેમાંથી 13 હજાર નમૂના અસુરક્ષિત પ્રમાણિત થયા છે.
Site Admin | એપ્રિલ 3, 2025 7:48 પી એમ(PM)
કેન્દ્રીયખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, સરકાર દેશમાં ટૂંક સમયમાં 100 ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવશે
