કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે ઉત્તરાખંડમાં ઋષિકેશ રેલવેમથકનું નિરીક્ષણ કર્યું. દરમિયાન તેમણે દેવપ્રયાગ અને જાનસૂ વચ્ચે નિર્માણ પામી રહેલી ટનલની પણ મુલાકાત લીધી.ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે પરિયોજના અંતર્ગત બની રહેલી 14.57 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. શ્રી વૈષ્ણવે ટનલ નિર્માણ કાર્યની પ્રશંસા કરતા કહ્યું, આ પરિયોજના ઉત્તરાખંડ માટે મોટી સિદ્ધિ છે અને આનાથી પર્વતીય ક્ષેત્રોમાં રેલવે સંપર્ક મજબૂત બનશે.
Site Admin | એપ્રિલ 17, 2025 9:34 એ એમ (AM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્તરાખંડમાં ઋષિકેશ રેલવેમથકનું નિરીક્ષણ કર્યું
