કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના ચાર વર્ષ પૂર્ણ થયા પ્રસંગે સંબોધન કરતા, શ્રી રંજને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક સાથે આવવા તેમજ મત્સ્ય પાલન ક્ષેત્રેને એક સંગઠિત ક્ષેત્ર બનાવવા માટે વધુમાં વધુ માછીમારોને આ પ્લેટફોર્મ સાથે જોડાવવા અપીલ કરી.
શ્રી રંજને મત્સ્ય પાલન શ્રેત્રે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોના વખાણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં આ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ, ટેક્નોલોજી અને ઉત્પાદનમાં વિકાસ જોઈ શકાય છે.
વધુમાં તેમણે કહ્યું કે આ ક્ષેત્રે પ્રતિ વર્ષ 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે, તેમજ ભારત દુનિયાભરના અંદાજે 120 દેશોને માછલીની નિકાસ કરી રહ્યું છે. આ પ્રસંગે તેમણે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી મતસ્ય સંપદા યોજના અંતર્ગતની અન્ય પરિયોજનાઓનું ઉદ્ઘટન પણ કર્યું.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 8:08 પી એમ(PM)
કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના શરૂ કરી
