કેન્દ્રીય મંત્રી મંડળે પાંચ ભારતીય ભાષાઓ – પાલી, પ્રાકૃત, આસામી, બંગાળી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. પાલી ભાષાનો ઉદ્ભવ ઐતિહાસિક મગધ પ્રદેશમાં થયો હતો. તે જૂની ભારત -આર્યન વૈદિક અને સંસ્કૃત બોલીઓ સાથે સંબંધિત બૌદ્ધ પ્રામાણિક ભાષા હતી. શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યા બાદ તેના અભ્યાસ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે.
આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના પાલી અને બૌદ્ધ અધ્યયન વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડૉ.સિદ્ધાર્થ સિંહે જણાવ્યું હતું કે ભારતીય સભ્યતા, બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિના વિકાસ માટે પાલી ભાષા આવશ્યક રહી છે. તેમણે કહ્યું કે ભાષાએ ભારતને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડવામાં અને ગૌતમ બુદ્ધના ઉપદેશો ફેલાવવામાં મદદ કરી. મહાત્મા બુદ્ધ અને મહાવીર જેવા મહાનુભાવોના ઉપદેશો પ્રાકૃત ભાષામાં છે. જેના કારણે તેમણે તેમના ઉપદેશોને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યા.
આ દરજ્જો મળ્યા પછી, આ ભાષા ભારતના સમૃદ્ધ સાહિત્યિક વારસામાં, ખાસ કરીને જૈન અને બૌદ્ધ ગ્રંથોના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સંસ્કૃત અને ભારતીય અભ્યાસના પ્રોફેસર ડૉ. ઉપેન્દ્ર રાવે આકાશવાણીને જણાવ્યું હતું કે પ્રાકૃત અને પાલી એ ભારતની સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસ અને ભાષા શાસ્ત્રનો આવશ્યક ભાગ છે. તેમણે કહ્યું કે આ બે ભાષાઓને સમજ્યા વિના ભારતને સમજવું શક્ય નથી.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:54 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી મંડળે પાંચ ભારતીય ભાષાઓ – પાલી, પ્રાકૃત, આસામી, બંગાળી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે
