કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી જોષીએ કહ્યું કે, રાજ્ય સરકાર પરિસ્થિતિને કાર્યક્ષમ રીતે સંભાળી રહી છે. આ હિંસા અંગે થાણેથી શિવસેના શિંદેના સાંસદ નરેશ મ્હસ્કેએ આ ઘટના પાછળ વિપક્ષ દ્વારા રચાયેલું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તપાસમાં બહાર આવ્યું છે કે, બહારના લોકોએ આ હિંસા ફેલાવી હતી. દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું કે, નાગપુરમાં શાંતિ હોવી જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આરોપ લગાવ્યો કે નવી સરકાર સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે.
Site Admin | માર્ચ 18, 2025 2:21 પી એમ(PM) | Prahlad Joshi
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે
