કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશના યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી છે. નવી દિલ્હીમાં આજે વિકાસિત ભારત યુવા સંસદને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું, દેશના યુવાનો ભારતને વિકસિત દેશ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ બે દિવસીય કાર્યક્રમનો વિષય વિકસિત ભારત છે. શ્રી માંડવિયાએ કહ્યું, આ યુવાઓને દેશના 300 જિલ્લાઓમાંથી પસંદ કરાયા છે અને યુવા સંસદ દેશના લોકશાહીને સમજવાની તક આપશે.
વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમ યુવાનોને રાજકારણ અને જાહેર નીતિ સાથે જોડવા એક શક્તિશાળી મંચ તરીકે કામ કરે છે, જે શાસન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. આ પહેલ દ્વારા ઉત્પન્ન થયેલા વિચારો અને ચર્ચાઓ યુવાનોની આગેવાની હેઠળની નીતિગત ભાગીદારી અને રાષ્ટ્રીય પ્રગતિના નવા યુગનો માર્ગ મોકળો કરશે.
Site Admin | એપ્રિલ 2, 2025 4:21 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી
