કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી અને તેલંગાણા રાજ્ય ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયાવિહોણી રાજકીય યુક્તિ ગણાવીને ફગાવી દીધી છે. તેમણે આ બેઠકને જનતામાં બિનજરૂરી ગભરાટ ફેલાવવાના આશય વાળી ગણાવી હતી. શ્રી રેડ્ડીએ કહ્યું કે કેન્દ્રએ અગાઉથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે સીમાંકન માટેની પ્રક્રિયાઓ અને નિયમો હજુ સુધી નક્કી થયા નથી.
મંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓ પોતાના ભ્રષ્ટાચાર પરથી ધ્યાન હટાવવા માટે ભાજપ વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ પાર્ટીઓ રાજકીય લાભ માટે ઉત્તર-દક્ષિણ વિભાજનને વેગ આપવાનો પ્રયાસ કરી રહી છે.વાજબી સીમાંકન પર પહેલી સંયુક્ત કાર્યવાહી સમિતિની બેઠક ગઈકાલે ચેન્નાઈમાં યોજાઈ હતી. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને બેઠકની અધ્યક્ષતા કરી હતી જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
Site Admin | માર્ચ 23, 2025 1:14 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયાવિહોણી ગણાવી
