કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંહ બઘેલે આજે નવી દિલ્હીમાં સબકી યોજના સબકા વિકાસ તરીકે જાણીતી લોક યોજના અભિયાનો ઉપર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું. આ વર્કશોપનો હેતુ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અન્ય હિસ્સેદારોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને અસરકારક પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરવા માટે જરૂરી કુશળતા અને વ્યૂહરચનાથી સજ્જ કરવાનો છે.
આ પ્રસંગે પ્રો. સિંહે નાણાકીય વર્ષ 2025-26માટે પંચાયત વિકાસ યોજનાઓની તૈયારી માટે પીપલ્સ પ્લાન કેમ્પેઈન અંગેની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. તેમણે વર્ષ 2024-25 ના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનનો વાર્ષિક કાર્ય યોજનાનો અહેવાલ પણ બહાર પાડ્યો હતો.
અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો, રાજ્ય વિભાગોના પ્રતિનિધિઓ, તાલીમ સંસ્થાઓના ફેકલ્ટી સભ્યો અને પંચાયતના વિવિધ સ્તરોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:35 પી એમ(PM)
કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંહ બઘેલે આજે નવી દિલ્હીમાં સબકી યોજના સબકા વિકાસ તરીકે જાણીતી લોક યોજના અભિયાનો ઉપર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું
