ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોયેવ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોયેવ સાથે મુલાકાત કરી હતી. નાણામંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે નવા ક્ષેત્રોમાં જોડાણ કરવા અંગે ઉઝબેકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વેપાર તથા ઉદ્યોગ મંત્રી સાથે ફળદાયી મંત્રણા થઈ હતી.
આ ક્ષેત્રોમાં ડિજિટલ ટેકનોલોજી, ફિનટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પુનઃપ્રાપ્ય ઉર્જા, નાગરિક વપરાશ માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ, આરોગ્ય સંભાળ અને ઔષધિનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુશ્રી સીતારમણ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક- AIIB ની નવમી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા હાલ ઉઝબેકિસ્તાનની મુલાકાતે છે.