કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસપ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી શાહે એક વીડિયો સંદેશમાં આ વર્ષે હિન્દી દિવસના મહત્વ પર ભાર મૂકતા કહ્યું છે કે બંધારણીય સભાએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી. તેમણે કહ્યું કે હિન્દી દિવસના 75 વર્ષ પૂર્ણથઈ રહ્યા છે, ત્યારે આ ઉપલબ્ધિ રાજભાષાતરીકે હિન્દીની હીરત જયંતિ તરીકે ઉજવવામાં આવી રહી છે. શ્રી શાહે જણાવ્યું છે કે તમામ ભારતીય ભાષાઓદેશના ગૌરવ અને ધરોહરનો સ્ત્રોત છે અનેઆ ભાષોને સમૃદ્ધ બનાવ્યા વિના પ્રગતી શક્ય નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે હિન્દીઅને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. ગૃહમંત્રીએ જણાવ્યું કે રાજભાષા વિભાગ ટૂંકસમયમાં હિન્દીથી આઠમી યાદીમા સામેલ તમામ ભાષાઓના અનુવાદ માટે એક પોર્ટલ શરૂ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 3:40 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસપ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે
