કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કોબ્રા કમાન્ડો અને છત્તીસગઢ પોલીસે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાંથી 22 નક્સલવાદીઓની આધુનિક શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી સાથે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સુકમાની બડેસેટ્ટી પંચાયતમાં ઘણા નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેના કારણે આ પંચાયત સંપૂર્ણપણે નક્સલ મુક્ત બની ગઈ છે. તેમણે નક્સલવાદીઓને અપીલ કરી કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પોતાના હથિયારો છોડી દે અને સરકારની શરણાગતિ નીતિ અપનાવીને મુખ્ય પ્રવાહમાં જોડાય. ગૃહમંત્રીએ કહ્યું કે સરકાર આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશને નક્સલવાદના અભિશાપમાંથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | એપ્રિલ 18, 2025 8:03 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાંથી 22 નક્સલવાદીઓની શસ્ત્રો અને વિસ્ફોટક સાથે ધરપકડ કરાઈ.
