ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 9:48 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.ગઈકાલે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી શકે નહીં.દેશની સુરક્ષા માટે સરકાર પાસે ભારતની મુલાકાતે આવનારની માહિતી હોવી જરૂરી છે.શ્રી શાહે કહ્યું કે આનાથી દેશના વિકાસમાં મદદ મળશે અને વ્યવસાય માટે આવતા લોકો પર પણ દેખરેખ રાખી શકાશે અને દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓ પર નજીકથી નજર રાખવામાં પણ મદદ મળશે.અગાઉ ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસના મનીષ તિવારીએ વિધેયકનો વિરોધ કર્યો અને કહ્યું કે તે બંધારણની વિરુદ્ધ છે. તેમણે વિધેયકને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની માંગ કરી હતી. બાદમાં લોકસભાએ વિધેયક પસાર કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય ઇમિગ્રેશન કાયદાઓને આધુનિક બનાવવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ