ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 7:35 પી એમ(PM) | ગૃહ મંત્રી અમિત શાહ

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઇ પટેલને સંગઠિત ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઇ પટેલને સંગઠિત ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બોટાદ પાસે સાંરગપુર ખાતે શ્રી શાહે જણાવ્યું કે સરદાર પટેલનું સન્માન કરવા માટે સરકારે આગામી બે વર્ષ માટે તેમની 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા રૂમ છે. શ્રી શાહે મંદિરમાં આયોજીત સમૂહ મારુતિ યજ્ઞમાં ભાગ લીધો હતો.
શ્રી શાહ આવતીકાલે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ