કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતનાં 100 દિવસમાં ખેડૂતોનાં કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી-પીએમ કિસાન હેઠળ ખેડૂતોને 21 હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ 25 લાખ નવા ખેડૂતોનો સમાવેશ થતાં કુલ લાભાર્થીની સંખ્યા વધીને નવ કરોડ 51 લાખ થઈ છે. ખેડૂતોને તેમની ઉપજનું વળતરદાયી મુલ્ય પુરું પાડવા અને આવશ્યક ચીજોનાં ભાવમાં ઊંચી વધઘટ ટાળવા 35 હજાર કરોડ રૂપિયાની પીએમ-આશા સ્કીમ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સરકારે 28 હજાર કરોડ રૂપિયાનાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને પણ મંજૂરી આપવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 8:28 પી એમ(PM) | શિવરાજસિંહ ચૌહાણ
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતનાં 100 દિવસમાં ખેડૂતોનાં કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે
