ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે ત્રિપુરામાં છોકરીઓ માટે બે નવી યોજનાઓ, મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી.
ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના સતત સાતમા વર્ષની ઉજવણી નિમિત્તે અગરતલાના સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે એક મેગા પાર્ટી રેલીને સંબોધતા, શ્રી નડ્ડાએ ત્રિપુરા સરકારની આ બે નવી યોજનાઓની જાહેરાત કરી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ, જો ગરીબી રેખા નીચે રહેતા પરિવારમાં કોઈ છોકરીનો જન્મ થાય છે, તો રાજ્ય સરકાર તેના નામે બોન્ડ સ્વરૂપે 50 હજાર રૂપિયા જમા કરાવશે.
આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, સેવા અમારું લક્ષ્ય છે અને સત્તા માધ્યમ છે.
આ યોજનામાં ત્રિપુરા બોર્ડ, સીબીએસઈ અને આઈસીએસઈની પરીક્ષા આપતી ૧૪૦ જેટલી વિદ્યાર્થિનીઓને દ્વિચક્રીય વાહનની સહાય આપવામાં આવશે. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ બંને યોજનાઓ મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા દ્વારા રજૂ કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 9, 2025 7:52 પી એમ(PM) | જગત પ્રકાશ નડ્ડા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાદોહરાવી
