કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી છે કે આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ 2021-2022 બેચ પછીથી અમલી બનાવાશે.
નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, શ્રી જાધવે જણાવ્યું હતું કે આ બાબતે વિદ્યાર્થીઓની ચિંતાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની ભલામણ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સમિતિએ ભલામણ કરી છે કે નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી એક્ટ્સ હેઠળ 2021-22 શૈક્ષણિક સત્રમાં નોંધાયેલા વિદ્યાર્થીઓને NExT લાગુ કરવામાં આવશે,
રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન, જયપુરના વાઇસ ચાન્સેલર પ્રો. સંજીવ શર્માની અધ્યક્ષતામાં આ સમિતિએ વિદ્યાર્થીઓના સૂચનોની સમીક્ષા કરી અને ભલામણો મંત્રાલયને સુપરત કરી.એક વર્ષની ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા પછી રાજ્ય અથવા રાષ્ટ્રીય રજિસ્ટરમાં લાયસન્સ મેળવવા અને નોંધણી માટે પરીક્ષા ફરજિયાત છે.
આ ઉપરાંત શ્રી જાધવે તમામ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી પર કેન્દ્રિત દેશ કા પ્રકૃતિ પરિક્ષણ અભિયાનની પણ જાહેરાત કરી હતી
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 9:39 એ એમ (AM) | કેન્દ્રીય આયુષ મંત્રી
કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી છે કે આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ 2021-2022 બેચ પછીથી અમલી બનાવાશે.
