કેન્દ્રએ ખાદ્ય તેલના મોટા સંગઠનોને વર્તમાન શૂન્ય અને 12.5 ટકા જકાત પર પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આયાતી તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ ગઈકાલે નવી દિલ્હીમાં ભાવ વ્યૂહરચના અંગે વિવિધ તેલ ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
તાજેતરમાં, સરકારે સ્થાનિક તેલીબિયાં ઉત્પાદકોને મદદ કરવા માટે વિવિધ ખાદ્ય તેલ પરની મૂળભૂત જકાતમાં વધારો કર્યો હતો. 14 સપ્ટેમ્બરથી સોયાબીન, પામ અને સૂર્યમુખી તેલ પર શૂન્યથી વધારીને વીસ ટકા કરવામાં આવ્યો હતો. આ કારણે ક્રૂડઓઈલ પર વાસ્તવિક જકાત સાડા 27 ટકા થઈ ગઈ છે. આ સિવાય રિફાઈન્ડ પામ, સનફ્લાવર અને સોયાબીન ઓઈલ પરની મૂળભૂત જકાત 12.5 ટકાથી વધારીને 32.5 ટકા જ્યારે રિફાઈન્ડ તેલ પર વાસ્તવિક
જકાત 35. 5 ટકા થઈ ગઈ છે.