ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 2:10 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે નોંધણીઅને એલોટમેન્ટ પ્રમાણપત્રો જારી  કરવા માટે 950 ડોલર પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે

કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે નોંધણીઅને એલોટમેન્ટ પ્રમાણપત્રો જારી  કરવા માટે 950 ડોલર પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણયની  પ્રશંસા કરતા કહ્યું કે ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખાની નિકાસ ખેડૂતોની કમાણીમાં વધારો કરશે. તેમણેકહ્યું કે આનાથી નિકાસને વેગ મળશે અને ખેડૂતોની આવક પણ વધશે. શ્રી ગોયલે કહ્યું કે  નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદન નિકાસ વિકાસ સત્તામંડળને વિનંતી કરી છે કે તેઓ બાસમતીની નિકાસ માટેના કોઈપણ બિન-વાસ્તવિક ભાવો  માટે નિકાસ કરાર પર ચાંપતી નજર રાખે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ