કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ, દવા ક્ષેત્રે ઉપયોગી API ની આયાતની જરૂરિયાત ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કેન્દ્રિય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે આજે દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ મહામંડળ – CII ની બેઠકને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, દવા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા વધારી રહ્યો છે તેના લીધે મહત્વની આરોગ્ય સંભાળ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થવા લાગી છે. ભારતે ઉચ્ચ ગુણવત્તાવાળી અને વાજબી ભાવની દવાઓના ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:56 પી એમ(PM)
કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ, દવા ક્ષેત્રે ઉપયોગી API ની આયાતની જરૂરિયાત ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે
