ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 30, 2024 7:02 પી એમ(PM)

printer

આયુષ્યમાન ભારત યોજનાને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયાસો કરી રહી છે.તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને કારણે મહિલાઓને મળતી આરોગ્ય સુવિધાઓમાં ઘણો વધારો થયો છે. રાષ્ટ્રપતિ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલના 10મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. મજબૂત આરોગ્ય સંભાળ પ્રણાલીના નિર્માણ માટે છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો પર પ્રકાશ પાડતા પ્રમુખ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને MBBS અને PG બેઠકોની સંખ્યા પણ બમણી થઈ છે. તેણીએ કહ્યું કે, મોટાભાગના નવા બનેલા AIIMSમાં MBBS કોર્સ શરૂ થઈ ગયા છે..તબીબો સાથે દુર્વ્યવહારની ઘટના તરફ ધ્યાન દોરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ડોકટરો દર્દીઓના જીવન બચાવવા માટે તમામ પ્રયાસો કરે છે ત્યારે તબીબો અને હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન ટીકાપાત્ર છે તેવો ઉલ્લેખ કરીને તબીબો અને હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન ન કરવા પણ લોકોને રાષ્ટ્પતીએ અપીલ કરી હતી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ