કેનેડાના ઓન્ટારિયોમાં હેમિલ્ટન ખાતે 21 વર્ષીય ભારતીયવિદ્યાર્થીની હરસિમરત રંધાવાનું ગોળી વાગવાથી અવસાન થયું છે. મોહાક કોલેજનીવિદ્યાર્થિની હરસિમરત કામકાજનાં સ્થળે જવા બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારેઆ ઘટના બની હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પણ બચી શક્યા નહીં. પોલિસે જણાવ્યું કે,નજીકનાં ઘરમાં પણ ગોળી વાગી હતી, પણ કોઈજાનહાની નથી થઈ. દરમિયાન, ટોરોન્ટોમાંભારતના કોન્સ્યુલેટ જનરલે વિદ્યાર્થિનીનાં મૃત્યુ બદલ ઘેરો શોક વ્યક્ત કર્યો હતો અનેજણાવ્યું હતું કે, તેઓ મૃતકના પરિવારના સંપર્કમાં છે.
Site Admin | એપ્રિલ 19, 2025 1:30 પી એમ(PM)
કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનીનું ગોળી વાગવાથી અવસાન.
