કબડ્ડી વર્લ્ડ કપમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય પુરુષ ટીમની ગઈકાલે રાત્રે ઈંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે રમાયેલી સ્કોટલેન્ડ સામેની રોમાંચક મેચમાં ડ્રોમાં પરિણમી હતી.. ભારતે મજબૂત શરૂઆત કરી, શરૂઆતની થોડી મિનિટોમાં જ 7-4 ની લીડ મેળવી હતી, જોકે સ્કોટલેન્ડની ટીમે પણ આક્રમક રમત રમીને વળતો જવાબ આપ્યો હતો.ભારતનો આગામી મુકાબલો હોંગ હોંગ ચીન સામે થશે, જ્યારે સ્કોટ્સનો મુકાબલો 19 માર્ચે ઇટાલી સામે થશે.મહિલા વર્ગમાં, ભારતીય મહિલા ટીમે અભિયાનનો વિજય સાથે આરંભ કર્યો હતો.. ભારતે વેલ્સને 89-18થી હરાવ્યું હતું. ભારતે પુરુષો અને સ્ત્રીઓ બંને વિભાગોમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે.
Site Admin | માર્ચ 19, 2025 8:52 એ એમ (AM)
કબડ્ડી વર્લ્ડ કપમાં, ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે ની મેચ ડ્રો.
