વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ઑપરેશન બ્રહ્મા હેઠળ, ભારતીય વાયુસેનાનું C-130-J વિમાન આજે સવારે દિલ્હીથી મ્યાનમારનાં મંડલે માટે રવાના થયું હતું. આ વિમાનમાં 16 ટન આવશ્યક માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે.
શ્રી જયશંકરે કહ્યું, ભારતીય નૌકાદળનું એક જહાજ INS ઘડિયાળ વિશાખાપટ્ટનમથી 442 મેટ્રિક ટન આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ સાથે રવાના થયું છે. મંડલેમાં ભારતીય સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ કાર્યરત કરાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું.
Site Admin | એપ્રિલ 1, 2025 2:04 પી એમ(PM)
ઑપરેશન બ્રહ્મા હેઠળ, ભારતીય વાયુસેનાનું C-130-J વિમાન આજે સવારે દિલ્હીથી મ્યાનમારનાં મંડલે માટે રવાના થયું
