ભારત એશિયાનું ત્રીજા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું છે.એશિયા પાવર ઇન્ડેકસમાં જાપાનને પાછળ મૂકીને ભારત ત્રીજા ક્રમે આવ્યું છે.કોવિડ મહામારી બાદ ભારતની આર્થિક વૃધ્ધિને પગલે આર્થિક ક્ષમતામાં 4.2 પોઇન્ટનો વધારો થયો છે.ધ એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અન્ય તમામ સંસાધન માપદંડમાં ભારતે સારો દેખાવ કર્યો છે, ખાસ કરીને ભાવિ સંસાધનના માપદંડમાં 8.2 પોઇન્ટનો વધારો થયો છે.એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતની રાજદ્વારી વગ પણ વધી છે.2023માં ભારતની રાજદ્વારી ગતિવિધિમાં વધારો થયો હતો.ભારતે એશિયા પાવર ઇન્ડેક્સમાં સમાવિષ્ટ દેશો સાથે વાટાઘાટ સંદર્ભમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે.એશિયા પાવર ઇન્ડેક્સમાં 27 દેશો અને પ્રદેશોને ક્રમ આપવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 2:08 પી એમ(PM) | એશિયા પાવર ઇન્ડેકસ
એશિયા પાવર ઇન્ડેકસમાં જાપાનને પાછળ મૂકીને ભારત એશિયાનું ત્રીજા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું
