એશિયન વેટલેન્ડ બ્યૂરોના માર્ગદર્શનમાં કરાયેલી પક્ષી ગણતરીમાં કચ્છમાં 40 પ્રજાતિના 14 હજાર 351 જેટલાં જળચર પક્ષી નોંધાયા છે. માંડવીના દરિયા કિનારે શિયાળો ગાળવા આવતા સિગલ પક્ષી-ધોમડાની 3 જાતના 10 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા હતા. જોકે આ વર્ષે `ગજપાંઉ’, `ભગતડાં’ અને `ટીટોડી’ની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ કચ્છની સીમાએ શકુર લેક વિસ્તારમાં હંજ, સુરખાબ, પેણ જેવા પક્ષીઓનું પ્રજનન સ્થળ મળી આવ્યૂ છે. મોટા રણ તરીકે પ્રખ્યાત આ સરહદે ભૂસ્તરશાત્રીઓ તેમજ ઇસરોના નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં પક્ષીઓની મોટી વસાહત તથા પ્રજનન સ્થળ હોવાનું બહાર આવ્યું હતું.
Site Admin | એપ્રિલ 13, 2025 3:19 પી એમ(PM)
એશિયન વેટલેન્ડ બ્યૂરોના માર્ગદર્શનમાં કરાયેલી પક્ષી ગણતરીમાં કચ્છમાં 40 પ્રજાતિના 14 હજાર 351 જેટલાં જળચર પક્ષી નોંધાયા છે.
