એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ-2025માં, ભારતીય કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ 2021 પછી ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે એન્ટિમ પંઘાલે જોર્ડનના અમ્માન ખાતે કાંસ્ય ચંદ્રક જીત્યો. મહિલાઓની 62 કિ.ગ્રા. કેટેગરીની ફાઇનલમાં, મનીષાએ કોરિયાની ઓકે જે કિમને 8-7થી હરાવી હતી.53 કિગ્રા કેટેગરીની બ્રોન્ઝ પ્લે-ઓફમાં એન્ટિમ પંઘાલે તાઈપેઈની મેંગ એચ હસીહને હરાવી હતી. ભારતીય કુસ્તીબાજોએ હવે સ્પર્ધામાં એક સુવર્ણ, એક રજત અને છ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ઉલ્લેખનીય છે કે, પુરુષોની ફ્રીસ્ટાઇલ સ્પર્ધા આજથી શરૂ થશે.
Site Admin | માર્ચ 29, 2025 8:54 એ એમ (AM)
એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો.
